Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Biggest fall in gold prices in 10 years, silver also became cheaper

VIDEO : સોનાના ભાવમાં ૧૦ વર્ષનો સૌથી મોટો કડાકો, ચાંદી પણ સસ્તી થઈ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સોનાના ભાવ કોઈ એક ક્વાર્ટરમાં આટલી ઝડપથી નીચે આવ્યા છે. ગત 24 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 4 હજાર ડોલરની સપાટી તોડીને 3 હજાર ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. ચાંદી પણ તેના ઓલ-ટાઇમ હાઈ સ્તર 117 ડોલર પ્રતિ ઔંસથી આશરે 47 ટકા જેટલી તૂટીને 24 જૂનના રોજ 57 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે.  ભારતીય બજારની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 25 જૂને સોનાનો ભાવ મામૂલી ઘટાડા સાથે 1 લાખ 41 હજાર 228 રૂપિયા જોવા મળ્યો હતો. બીજી તરફ, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 25 જૂને સ્થાનિક બજારમાં મોટો ઘટાડો આવ્યો છે, જેમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત આશરે 2 હજાર 100 રૂપિયા ઘટીને 1 લાખ 40 હજાર રૂપિયાના સ્તરે આવી ગઈ છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsgold price