VIDEO : વારાણસી-રાંચી વંદે ભારત ટ્રેન અટવાઈ
સોર્સ : Gstv
વારાણસીથી રાંચી જતી વંદે ભારત એક્સપ્રેસ આજે બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાતા લગભગ સાડા ચાર કલાક સુધી અધવચ્ચે અટવાઈ ગઈ હતી. આ ટેકનિકલ ખામીને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને કલાકો સુધી ટ્રેનમાં જ રાહ જોવી પડી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું જેના પરિણામે ટ્રેન મોડી સાંજે તેના ગંતવ્ય તરફ આગળ વધી શકી હતી. મુસાફરોને આ દરમિયાન પાણી અને ખોરાકની સુવિધા પૂરી પાડવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

