Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Vande Mataram' mandatory in schools in West Bengal, Education Department issues notice

પશ્ચિમ બંગાળની શાળાઓમાં 'વંદે માતરમ' ફરજિયાત, શિક્ષણ વિભાગે તાત્કાલિક અમલીકરણ માટે જારી કરી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળની શાળાઓમાં 'વંદે માતરમ' ફરજિયાત, શિક્ષણ વિભાગે તાત્કાલિક અમલીકરણ માટે જારી કરી નોટિસ
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની તમામ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હવેથી તમામ શાળાઓમાં સવારની પ્રાર્થનામાં 'વંદે માતરમ' ગાવું ફરજિયાત રહેશે. શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વર્ગો શરૂ થાય તે પહેલા તમામ વિદ્યાર્થીઓએ 'વંદે માતરમ' ગાવું પડશે. આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા જણાવાયું છે.

App Store

શાળા સંચાલકોમાં મુંઝવણનું કારણ

સરકારના આ નિર્ણય બાદ અનેક શાળાઓના આચાર્યો અને સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. આ મૂંઝવણ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે. અગાઉની સૂચના મુજબ શાળાઓમાં રાજ્ય ગીત ‘બાંગ્લાર માટી બાંગ્લાર જલ’ ગાવું ફરજિયાત હતું. જો રાષ્ટ્રગીત (જન ગણ મન), વંદે માતરમ અને રાજ્ય ગીત - ત્રણેયનો સમાવેશ કરવામાં આવે, તો પ્રાર્થના સભાનો સમય ઘણો વધી શકે તેમ છે. લાંબી પ્રાર્થના સભાને કારણે નિયમિત વર્ગો શરૂ કરવામાં વિલંબ થવાની શક્યતા છે.

શું કહેવું છે શાળાના વડાઓનું?

એક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રગીતને હટાવવું શક્ય નથી કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે ફરજિયાત છે. હવે નવા આદેશ મુજબ 'વંદે માતરમ' થી શરૂઆત કરવી પડશે. આવી સ્થિતિમાં રાજ્ય ગીતને સમયપત્રકમાં કેવી રીતે ગોઠવવું તે એક મોટો પડકાર છે.

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

શિક્ષણ વિભાગના એક અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકામાં ફક્ત 'વંદે માતરમ' ને શાળાની પ્રાર્થનામાં સામેલ કરવાની વાત કરવામાં આવી છે, તેમાં રાજ્ય ગીતનો કોઈ ઉલ્લેખ નથી. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગીતોનું સન્માન કરવું જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ અને સમય વચ્ચે સંતુલન જાળવવું પણ એટલું જ મહત્વનું છે.