Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : us-iran-war-astrology-peace-forecast-2026

Astrology Prediction: અમેરિકા-ઈરાન યુદ્ધની જ્વાળાઓ શાંત પડશે? જાણો ડિસેમ્બર 2026 સુધીનું જ્યોતિષીય તારણ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Astrology Prediction: અમેરિકા-ઈરાન યુદ્ધની જ્વાળાઓ શાંત પડશે? જાણો ડિસેમ્બર 2026 સુધીનું જ્યોતિષીય તારણ
સોર્સ : GSTV

Astrology Prediction:  વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિર્ણયો અને વિદેશ નીતિને કારણે યુદ્ધની આશંકાઓ સેવાઈ રહી હતી, ત્યારે જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાએ ગ્રહોની સ્થિતિનું અવલોકન કરીને એક આશાસ્પદ આગાહી કરી છે. તેમના મતે, આગામી સમયમાં યુદ્ધની તીવ્રતા ધીરે-ધીરે ઓછી થતી જણાશે.

App Store

ગ્રહણની અસર અને ગ્રહોનું ભ્રમણ
ડો. લાઠિયાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં 15 દિવસના ગાળામાં બે ગ્રહણ થયા છે. સામાન્ય રીતે જો બે ગ્રહણ 13 કે 14 દિવસમાં થાય તો તે વધુ ગંભીર ગણાય છે, પરંતુ અહીં પક્ષની ક્ષય તિથિ ન હોવાથી ગંભીરતા ઓછી જણાય છે.

ચંદ્ર ગ્રહણ (3/3/26): આ સમયે ચંદ્ર અને કેતુ સિંહ રાશિમાં હતા, જ્યારે સૂર્ય, મંગળ, બુધ અને રાહુ કુંભ રાશિમાં ભ્રમણ કરતા હતા. ગુરુની નવમી દ્રષ્ટિ કુંભ રાશિ પર હોવાથી ગ્રહણની તીવ્રતા ઓછી થઈ રહી છે.

આગામી ગ્રહણો: ઓગસ્ટ 2026માં થનારા સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતે પણ ગ્રહ યોગો તીવ્રતા ઘટાડતા જણાય છે. ખાસ કરીને ઓગસ્ટના અંતમાં ચંદ્ર-ગુરુ-શનિનો શુભ રાશિ પરિવર્તન યોગ શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.

ભારત અને ખાડી દેશો પર અસર
જ્યોતિષીય દ્રષ્ટિએ બહેરિન, દુબઈ, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં વસતા નાગરિકો માટે કોઈ મોટી આફત જણાતી નથી. ભારતની વાત કરીએ તો, ભારતીય પ્રજા પર કોઈ મોટી મુસીબત આવવાના સંકેત નથી. જોકે, અર્થતંત્રમાં થોડી અસર જોવા મળી શકે છે, પરંતુ તે ચિંતાજનક સ્તરે નહીં હોય.

ડિસેમ્બર 2026 સુધીનો ટ્રેન્ડ
રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2026 સુધી કોઈ મોટી વૈશ્વિક દુર્ઘટના કે યુદ્ધની ભીતિ જણાતી નથી. ઈશ્વરની ભક્તિ અને ગ્રહોના શુભ પ્રભાવથી "શૂળીનો ઘા સોયે સરે" તેમ મોટી આફતો ટળી જવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો કડક હોવા છતાં, ગ્રહોની શાંતિ વૈશ્વિક સ્થિરતા જાળવી રાખશે.