મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિનેશ ફોગાટ મામલે રાજ્યસભામાં હંગામો, વિપક્ષના આરોપો પર ખુરશી પરથી ઉભા થઇને જતા રહ્યાં જગદીપ ધનખડ

વિનેશ ફોગાટના ઓલમ્પિકની બહાર થવા પર રાજ્યસભામાં હંગામો થયો હતો. વિપક્ષના નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવવાનો

વિનેશ ફોગાટ મામલે રાજ્યસભામાં હંગામો, વિપક્ષના આરોપો પર ખુરશી પરથી ઉભા થઇને જતા રહ્યાં જગદીપ ધનખડ

વિનેશ ફોગાટના ઓલમ્પિકની બહાર થવા પર રાજ્યસભામાં હંગામો થયો હતો. વિપક્ષના નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધ્યક્ષે તેની પરવાનગી આપી નહતી.

જ્યારે TMC સાંસદ ડેરેક ઓબ્રાયને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સભાપતિએ ચેતવણી આપી હતી. અધ્યક્ષ જગદીપ ધનખડે ડેરેક ઓબ્રાયનને ચેતવણી આપી કે આવી હરકત ફરી કરવામાં ના આવે નહીં તો બહારનો રસ્તો બતાવવામાં આવશે. વિપક્ષી કોંગ્રેસ-TMC અને અન્ય સભ્યએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.

તે બાદ અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ થઇ ગયા હતા અને તેમને કહ્યું, 'કોંગ્રેસના સીનિયર નેતા પણ આ સદનના સભ્ય છે, જે હું હાલના દિવસોમાં જોઇ રહ્યો છું અને જે રીતનો પડકાર શબ્દોથી, પત્રના માધ્યમથી, અખબારના માધ્યમ દ્વારા...કેટલી ખોટી ટિપ્પણી હું જોઇ રહ્યો છું. મને આ પડકાર આપવામાં નથી આવતો, આ પડકાર અધ્યક્ષના પદને આપવામાં આવી રહ્યો છે. આ પડકાર એટલા માટે આપવામાં આવી રહ્યો છે જે વ્યક્તિ આ પદ પર બેઠો છે તે તેના લાયક જ નથી, આવું લોકો બોલે છે.'

ધનખડે કહ્યું, 'મને હાઉસનું સમર્થન જેટલું જોઇએ એટલું નથી મળ્યું. મે પ્રયાસમાં કોઇ કમી નથી કરી. હવે મારી પાસે એક જ વિકલ્પ છે કે હું પોતાના શપથથી દૂર નથી ભાગી રહ્યો. મે આજે જે જોયું છે, સભ્યએ જે રીતનો વ્યવહાર કર્યો. હું કેટલાક સમય માટે અહીં બેસવામાં સક્ષમ નથી.'

આ સમાચાર શેર કરો