મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા: આરજી કર હૉસ્પિટલ પાસે બિનવારસી બેગ મળતા ખળભળાટ, બોમ્બ સ્કવોર્ડ પહોંચી

કોલકાતાની આરજી કર કોલેજ અને હૉસ્પિટસ પાસે એક શંકાસ્પદ બિનવારસી બેગ મળતા ખળભળાટ મચી ગય

કોલકાતા: આરજી કર હૉસ્પિટલ પાસે બિનવારસી બેગ મળતા ખળભળાટ, બોમ્બ સ્કવોર્ડ પહોંચી

કોલકાતાની આરજી કર કોલેજ અને હૉસ્પિટસ પાસે એક શંકાસ્પદ બિનવારસી બેગ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બેગ વિરોધ પ્રદર્શન માટે બનાવવામાં આવેલા પ્રદર્શનકારીઓના વિરોધ સ્ટેજ પાસે મળી છે. બનાવની જાણ થતા જ બોમ્બ સ્કવોર્ડને બોલાવવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ છે કે રેસિડેન્ટ ડોક્ટર સાથે રેપ-મર્ડરની ઘટના બાદ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સતત ચર્ચામાં છે. આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ વિરૂદ્ધ આર્થિક અનિયમિતતાની તપાસ પણ ચાલી રહી છે જેમાં EDની ટીમ સતત દરોડા પાડી રહી છે.

9 ઓગસ્ટે ટ્રેઇની ડૉક્ટરને મળ્યો હતો શબ

કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલના સેમિનાર હોલમાંથી 9 ઓગસ્ટે 31 વર્ષની ટ્રેઇની મહિલા ડૉક્ટરનો શબ મળ્યો હતો, તેના શરીર પરથી કપડા ગાયબ હતા. લોહી વહેતું હતું અને શરીર પર ઇજાના નિશાન હતા. આ ઘટના બાદ રેસિડેન્ટ ડૉક્ટર્સ ન્યાયની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. આ ઘટનામાં પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો