Video: દિલ્હીમાં સમાન નાગરિક સંહિતા સંવાદ

દિલ્હી ખાતે અનુચ્છેદ ૪૪ અને સમાન નાગરિક સંહિતા પર રાષ્ટ્રીય કાનૂની સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદમાં દેશભરના અગ્રણી કાનૂની નિષ્ણાતો બંધારણીય વિશ્લેષકો અને અગ્રણી વિચારકો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય બંધારણના અનુચ્છેદ ૪૪ હેઠળ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના વિવિધ પાસાઓ કાનૂની પડકારો અને તેના સામાજિક પ્રભાવો પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તમામ નાગરિકો માટે સમાન કાયદાકીય માળખું પૂરું પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ રાષ્ટ્રીય સંવાદમાં કાનૂની સુધારાઓ અને બંધારણીય જોગવાઈઓના અમલીકરણ માટેના ભવિષ્યના રોડમેપ પર ભાર મૂકવામાં આવ્યો છે.




