મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉજ્જૈનઃ ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી, બે લોકોએ ગુમાવ્યા જીવ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગરમીમાં રાહત તો છે જ

ઉજ્જૈનઃ ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી, બે લોકોએ ગુમાવ્યા જીવ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગરમીમાં રાહત તો છે જ પરંતુ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન શુક્રવારે મોડી સાંજે ઉજ્જૈનમાં એક મોટો અકસ્માત થયો હતો.

મહાકાલ મંદિરના ગેટ નંબર ચાર પાસે બનેલી દીવાલની માટી ધસી પડતાં ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે અનેક લોકો દટાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

મળતી માહિતી મુજબ કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દિવાલ ધરાશાયી થવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો