મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉદ્ધવ ઠાકરે છાતીમાં દુઃખાવાની સમસ્યાથી હોસ્પિટલમાં દાખલ, એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવાઈ

શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડી છે. સોમવારે (14 ઓક્ટો

ઉદ્ધવ ઠાકરે છાતીમાં દુઃખાવાની સમસ્યાથી હોસ્પિટલમાં દાખલ, એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવાઈ

શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડી છે. સોમવારે (14 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ છાતીમાં દુખાવાને પગલે તેમની એન્જીયોગ્રાફી કરાવી હતી.

ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિએ કહ્યું કે દશેરા રેલી બાદથી શિવસેના યુબીટી ચીફની તબિયત સારી નહોતી. આ પછી તેઓ ચેકઅપ કરાવવા માટે રિલાયન્સ હોસ્પિટલ ગયા હતા. અહીં તેમની એન્જીયોગ્રાફી કરાવી છે. જ્યાં તેમની આર્ટરીમાં બ્લોકેજ જણાઈ છે. આ બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે. ડોક્ટરો તેમનું ધ્યાન રાખી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો