મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી વચ્ચે સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં 2 ઝડપાયા

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળતી સતત ધમકીઓ બાદ તેની સુરક્ષા કડક કરવામાં આવી છે. તેમ

લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી વચ્ચે સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં 2 ઝડપાયા

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળતી સતત ધમકીઓ બાદ તેની સુરક્ષા કડક કરવામાં આવી છે. તેમ છતાં સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 19 અને 20 મેના રોજ, બે લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશવામાં સફળ રહ્યા. જોકે, બંનેને બિલ્ડિંગની નીચે હાજર રહેલા સુરક્ષા કર્મચારીઓએ પકડીને પોલીસને સોંપી દીધા છે.

સલમાન ખાનના ઘરમાં ઘૂસવાના પ્રયાસનો પહેલો કિસ્સો ૧૯ મેના રોજ સવારે ૩:૩૦ વાગ્યે પ્રકાશમાં આવ્યો, જ્યારે ઈશા છાબરા નામની ૩૨ વર્ષીય મહિલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસી ગઈ હતી. સલમાન ખાનના ઘરની સુરક્ષા વ્યવસ્થાને તોડીને મહિલા તેના મકાનના લિફ્ટ વિસ્તારમાં પહોંચવામાં સફળ રહી. જોકે, ગેલેક્સી એપાર્ટમેન્ટના સુરક્ષા ગાર્ડ્સે મહિલાની અટકાયત કરીને તેને બાંદ્રા પોલીસને સોંપી દીધી. સુરક્ષા ગાર્ડની ફરિયાદના આધારે, બાંદ્રા પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધી આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
 
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અનધિકૃત પ્રવેશની બીજી ઘટના 20 મેના રોજ સામે આવી હતી. 20 મેના રોજ સાંજે 7:15 વાગ્યે જીતેન્દ્ર કુમાર સિંહ નામનો એક વ્યક્તિ કાર પાછળ છુપાઈને અંદર પ્રવેશ કરીને સલમાનને મળવાનો પ્રયાસ કર્યો. જોકે, લાંબા સમયથી મળી રહેલી ધમકીઓને લીધે સલમાન ખાનના ઘરની કડક સુરક્ષા વ્યવસ્થાને લીધે તે વ્યક્તિ ઝડપાઈ ગયો.  

મધ્યરાત્રિએ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરનારી મહિલા ખાર પશ્ચિમ વિસ્તારની રહેવાસી છે. આ વિસ્તાર સલમાનના ઘરની નજીક છે. જ્યારે 23 વર્ષીય જીતેન્દ્ર કુમાર સિંહ છત્તીસગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે જીતેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધી દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. યુવકના જણાવ્યા મુજબ તે  ફક્ત સલમાનને મળવા માટે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. તેણે બિલ્ડિંગમાં રહેતા કોઈ વ્યક્તિની કાર પાછળ છુપાઈને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ઝડપાઈ ગયો.  

આ સમાચાર શેર કરો