VIDEO: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના નિવાસે રાજકીય ગરમાવો
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના નિવાસે પહોંચતા રાજકીય ગરમાવો આવી ગયો હતો . કેન્દ્રીય એજન્સીની આ અચાનક કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ અને કૌભાંડોની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ હાઈપ્રોફાઈલ કાર્યવાહીને પગલે કોઈ અણધારી ઘટના કે તૃણમૂલ કાર્યકરોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને રોકવા માટે તેમના ઘરની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો . EDના અધિકારીઓ દ્વારા ઘરની અંદર દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી અને પૂછપરછ શરૂ કરાતા સમગ્ર પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે તણાવ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો

