મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પંચતત્ત્વમાં વિલીન થયા રતન ટાટા, રાજકીય સમ્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

ટાટા સન્સના ચેરમેન રતન ટાટા પંચમહાભુતમાં વિલિન થયા છે. રતન ટાટાના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. રતન ટ

પંચતત્ત્વમાં વિલીન થયા રતન ટાટા, રાજકીય સમ્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

ટાટા સન્સના ચેરમેન રતન ટાટા પંચમહાભુતમાં વિલિન થયા છે. રતન ટાટાના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. રતન ટાટાની અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પીયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતા.

આ પહેલા રતન ટાટાના પાર્થિવ શરીરને NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રતન ટાટાના અંતિમ દર્શન કરવા માટે અનેક હસ્તીઓ આવી હતી.

મુંબઇના NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન બાદ રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે શ્મશાન ઘાટ લઇ જવામાં આવ્યા હતા. મુંબઇના વર્લી સ્થિત શ્મશાન ઘાટ પર રતન ટાટાના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

અમિત શાહે રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ

મુંબઇના NCPA ગ્રાઉન્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુંબઇ ભાજપના અધ્યક્ષ આશીષ શેલારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો