VIDEO:બ્યાસ નદીમાં કરુણ દુર્ઘટના! પ્રવાસી યુવકનું ડૂબી જવાથી મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ભુંતર વિસ્તારમાં બ્યાસ નદીમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ભુંતર વિસ્તારમાં બ્યાસ નદીમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ૧૮ વર્ષીય પ્રવાસી યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નદીમાં ગયેલા એક યુવકને બચાવવાના પ્રયાસમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કુલ્લુના પોલીસ અધિક્ષક મદનલાલ કૌશલે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે નદીના વહેણમાં ઉતરતી વખતે વિશેષ સાવચેતી રાખવી, કારણ કે નદીના ઊંડાણને સમજવું ઘણીવાર જીવલેણ સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત