Video: તિરુવન્નામલાઈમાં કરુણ જાનહાનિ

આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સરકારી બાલગૃહમાંથી તળાવ કિનારે ગયેલી ચાર બાળકીઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી, જેમને બચાવવા જતાં સાથે રહેલા મહિલા કર્મચારી પણ ડૂબી ગયા હતા. સ્થાનિક લોકો અને રાહત ટીમોએ ભારે જહમત બાદ પાંચેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી ઘટનાના સાચા કારણોની વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી તિરુવન્નામલાઈમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
જાહેરાત






