લગ્નમાંથી પરત ફરતા પરિવાર પર કાળનો પંજો, SUV ખીણમાં ખાબકતાં પતિ-પત્ની સહિત 4નાં મોત

લગ્નમાંથી પરત ફરતા પરિવાર પર કાળનો પંજો, SUV ખીણમાં ખાબકતાં પતિ-પત્ની સહિત 4નાં મોત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉરી વિસ્તારમાં એક SUV કાર બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 11 વર્ષની એક બાળકી ઘાયલ થઈ છે. અધિકારીઓએ શનિવારે આ દુર્ઘટનાની માહિતી આપી હતી.

SUV ચાલકે કાબૂ ગુમાવતાં કાર ખીણમાં ખાબકી

જાહેરાત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉરી વિસ્તારના ગોહલાનમાં આ અકસ્માત ત્યારે સર્જાયો હતો, જ્યારે પરિવાર નજીકના ગામમાં યોજાયેલા લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન SUV ચાલકે કાબૂ ગુમાવતાં કાર ખીણમાં ખાબકી હતી.

સારવાર દરમિયાન ચાર લોકોએ દમ તોડી દીધો 

અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ડ્રાઇવર સહિત પાંચેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ચાર લોકોએ દમ તોડી દીધો હતો.

11 વર્ષની બાળકીને હોસ્પિટલ ખસેડાઈ

મૃતકોની ઓળખ 26 વર્ષીય સૈયદ શફીક શાહ, તેમની 25 વર્ષીય પત્ની રશીદા બાનો, 17 વર્ષીય બહેન દિલનાઝ ફાતિમા અને 27 વર્ષીય પિતરાઈ બહેન શાહિદા ફાતિમા તરીકે થઈ છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલી 11 વર્ષની બાળકીને વધુ સારવાર માટે બારામુલાની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત