વેપારીએ કરોડોની નકલી નકદી જમા કરાવી મેળવ્યું 140 કરોડનું GST રિટર્ન, આ રીતે થયો પર્દાફાસ
પાલઘર અને થાણેમાં બે વેપારીઓએ તેમના નામે નકલી કંપનીઓ ઉભી કરીને કંપનીઓના નામે જીએસટી ફા

પાલઘર અને થાણેમાં બે વેપારીઓએ તેમના નામે નકલી કંપનીઓ ઉભી કરીને કંપનીઓના નામે જીએસટી ફાઈલ કરવાના નામે રુ. 720 કરોડની નકલી નોટો જમા કરાવી હતી. ત્યાર બાદ રિર્ટન ફાઈલ કરી બંને વેપારીઓએ રુ. 140 કરોડની કમાણી કરી હતી. જીએસટી વિભાગે આ બંને વેપારીઓને જીએસટી ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી.
વિગત મુજબ, આ બંને વેપારીમાંથી એક પાલઘરનો રહેવાસી હતો. તો બીજો વેપારી થાણેનો રહેવાસી હતો. પ્રથમ કેસ મુજબ, પાલઘરમાં અશોક ઓઝાએ 70 નકલી કંપનીઓ ઉભી કરી હતી. આ કંપની પેપર બતાવીને તેણે આ કંપનીઓના નામે જીએસટી ફાઈલ કરીને રુ. 320 કરોડની નકલી નોટો જીએસટી વિભાગમાં જમા કરાવી હતી. બાદમાં તેનું રિર્ટન ફાઈલ કર્યું હતું. જેમાં અશોકને રુ. 48 કરોડનો ફાયદો થયો હતો.
આ ઘટના બાદ, જીએસટી વિભાગના ઓડિટ દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં આ તમામ કંપનીઓ માત્ર પેપર હોવાની અને જીએસટી માટે નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ઘટના પ્રકાશમાં આવતા જ જીએસટી વિભાગે 10 ઓક્ટોબરે તેની ધરપકડ કરી હતી. આ બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે અશોકને 13 દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
આવા અન્ય કિસ્સામાં થાણેમાં હિતેશ વસાએ બાવીસ બનાવટી કંપનીઓ ઉભી કરીને જીએસટી વિભાગને રુ. ૪૦૦ કરોડની નકલી નોટો જમા કરાવી હતી અને રિટર્ન ફાઈલ કરતાં કુલ રુ. 98 કરોડ મેળવ્યા હતા.પરંતુ ઓડિટ દરમિયાન ઘટના ધ્યાનમાં આવતા જીએસટી વિભાગે હિતેશની ધરપકડ કરી હતી. જીએસટી વિભાગે આ બંને કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.






