VIDEO:કાશ્મીરના દાલ સરોવરમાં પ્રવાસીઓની ભીડ
સોર્સ : GSTV
ભારતના મેદાની વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવથી બચવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીર તરફ વળ્યા છે. શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં પ્રવાસીઓ શિકારા રાઇડ અને ખુશનુમા હવામાનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં તાપમાનનો પારો ખૂબ ઊંચો ગયો છે ત્યારે કાશ્મીરનું ઠંડકભર્યું વાતાવરણ પ્રવાસીઓને ભારે રાહત આપી રહ્યું છે. દાલ સરોવરની આસપાસ પ્રવાસીઓની ભારે ભીડને કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ શિકારા ચાલકો અને હોટેલ વ્યવસાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

