Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Torrential rains in Delhi: Water-bombing conditions in many parts of the capital

VIDEO: દિલ્હીમાં ધોધમાર વરસાદ: પાટનગરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. માત્ર થોડા જ કલાકોના મુશળધાર વરસાદે દિલ્હીના મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. મિન્ટો બ્રિજ, આઈટીઓ અને ધૌલા કુઆં જેવા વ્યસ્ત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકો કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા. અનેક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ચોકઅપ થઈ ગયેલી ડ્રેનેજ સિસ્ટમને કારણે પાણીના નિકાલમાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેને પગલે ઓફિસે જતા કર્મચારીઓ અને શાળાના બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પંપિંગ મશીનો લગાવીને પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

App Store