Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC MP smokes e-cigarette while sitting in Lok Sabha - Anurag Thakur

'TMC સાંસદ લોકસભામાં બેસીને ઈ સિગારેટ પીવે છે', ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
'TMC સાંસદ લોકસભામાં બેસીને ઈ સિગારેટ પીવે છે', ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ
સોર્સ : google

લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યો. અનુરાગ ઠાકુરે સંસદમાં નામ લીધા વિના કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લોકસભામાં બેસીને ઈ-સિગારેટ પીવે છે. 

App Store

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ઈ સિગારેટ પીવાનો આરોપ 

અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિરલાને સવાલ પૂછ્યો કે, 'દેશભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે. શું તમે કોઈને સદનમાં પીવાની છૂટ આપી છે?' 

સ્પીકરે જવાબમાં કહ્યું, 'ના, સંસદમાં કોઈને આવી અનુમતિ નથી.' 
અનુરાગ ઠાકુરે કહ્યું, 'સર, TMCના સાંસદ સતત અહિયાં બેસીને ઘણા દિવસથી ઈ-સિગારેટ પીવે છે. તમે ચેક કરાવો સર.'
સ્પીકરે કહ્યું, 'હું તમામ સાંસદોને અનુગ્રહ કરું છું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. આવો કોઈ વિષય મારી પાસે આવશે તો નિશ્ચિતરૂપે કાર્યવાહી કરીશું.' 

નોંધનીય છે કે ભારતમાં ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ભારતમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત, નિકાસ કે જાહેરાત પર પ્રતિબંધ છે તથા આવું કરવા પર દંડ તથા જેલની સજાની જોગવાઈ છે.