કોલકાતા રેપ કેસમાં રાષ્ટ્રપતિના નિવેદન પર TMC-કોંગ્રેસે આપત્તિ વ્યક્ત કરી
કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ-મર્ડર કેસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ-મર્ડર કેસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હું ઘટનાને લઇને નિરાશ અને ડરેલી છું. હવે ઘણુ થઇ ગયું. સમાજને આવી ઘટનાઓને ભૂલવાની ખરાબ આદત છે. રાષ્ટ્રપતિના નિવેદનને લઇને કોંગ્રેસ અને TMCએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસે આપત્તિ વ્યક્ત કરી
કોંગ્રેસ નેતા પવન ખેડાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, 'આદરણીય રાષ્ટ્રપતિ મહોદયા, માત્ર કોલકાતા જ નહીં તમારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, યુપી અને એમપી સહિત દેશભરમાં મહિલાઓ પ્રત્યે વધતા ગુનાઓ માટે સરકારને સલાહ આપવાની જરૂર છે. તમારે મણિપુર અને મહિલા પહેલવાનોના યૌન શોષણની ઘટનાઓ અને તેમને ન્યાય અપાવવા માટે આગળ આવવાની જરૂર છે. તમારે પક્ષની રાજનીતિથી ઉપર આવીને જોવાની જરૂર છે. વિપક્ષ જ નહીં સત્તા પર રહેલી ભાજપ અને તેમની ડબલ એન્જિનની સરકારોની પણ જવાબદારી નક્કી કરવાનું સાહસ બતાવો.'
રાષ્ટ્રપતિના નિવેદન પર TMCએ શું કહ્યું?
કોલકાતા રેપ અને મર્ડર કેસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિના આ નિવેદન પર હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. TMC નેતા કૃણાલ ઘોષે કહ્યું, સાંભળ્યું છે કે રાષ્ટ્રપતિએ ફરીથી આરજી કર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હું તેમનું સમ્માન કરૂ છું પરંતુ ઉન્નાવ, હાથરસ, બિલકિસ અને મણિપુર કેસમાં તેમના દિલમાં દુખાવો નથી ઉપડ્યો. રાષ્ટ્રપતિએ ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં થતા ગુનાઓ કેમ નથી જોયા? સાક્ષી મલિક જેવી યુવતીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન તે ચુપ કેમ રહ્યાં? શું ભાજપ વિરૂદ્ધ બોલવું મુશ્કેલ છે?
રાષ્ટ્રપતિએ શું કહ્યું હતું?
કોલકાતા રેપ કેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિએ સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હું ઘણી નિરાશ અને ભયભીત છું. દીકરીઓ વિરૂદ્ધ ગુના સહન નથી, તેમણે કહ્યું કે હવે બસ ઘણુ થયું.'
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘મહિલાઓ સામેના ગુનાઓના મામલાને ગંભીરતાથી લેવો જોઈએ.આ પ્રકારની ઘટના પછી ઘટનાને ભૂલતા રહેવું યોગ્ય નથી. નિર્ભયા કેસના 12 વર્ષમાં બળાત્કારની અસંખ્ય ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. આ સામૂહિક રુપે ભૂલવાની બીમારી યોગ્ય નથી. જે સમાજ ઈતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે. હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’








