Video: ફાયરિંગના બે દિવસ બાદ ટાઇગર શ્રોફ શૂટિંગ પર પરત

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ ફિલ્મજગતમાં ચકચાર મચી છે. જોકે, અહેવાલો અનુસાર આ ઘટનાના માત્ર બે દિવસ બાદ જ ટાઇગર શ્રોફ ફરી કામ પર પરત ફર્યા છે. 20 ઓક્ટોબરે તેઓ પોતાની આગામી ફિલ્મ ‘લગ જા ગલે’ના સેટ પર પહોંચ્યા હતા અને શૂટિંગ શરૂ કર્યું હતું. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી આ રોમેન્ટિક-એક્શન ફિલ્મનું દિગ્દર્શન રાજ મહેતા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે પહેલીવાર જાહ્નવી કપૂર અને લક્ષ્ય જોવા મળશે. ફાયરિંગની ઘટના બાદ શૂટિંગ ફરી શરૂ થયાના અહેવાલોએ ટાઇગરના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચા જગાવી છે.




