મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા જેલમાં જોવા મળશે MVAના આ નેતા, ભાજપના નેતાઓ થયા ખુશ
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છ

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મઝગાંવએ માનહાનિના કેસમાં સંજય રાઉતને દોષિત ઠેરવ્યા છે. આ સાથે તેમને 15 દિવસની જેલની સજા પણ ફટકારવામાં આવી છે. કોર્ટે સંજય રાઉતને રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
જણાવી દઈએ કે, ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની ડૉ.મેધાએ સંજય રાઉત વિરુદ્ધ આ ફરિયાદ કરી હતી. જોકે, સજા મળ્યા બાદ રાઉતને હજુ જેલમાં જવું પડશે નહીં. કોર્ટે તેની સજા 30 દિવસ માટે મુલતવી રાખી છે. સાથે જ આ કેસમાં તેમને જામીન પણ મળી ગયા છે. પરંતુ એવી સંભાવના છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાઉતને એક વખત જેલમાં જવું પડી શકે છે. કોર્ટના આ નિર્ણય પર ભાજપના નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે.
ડૉ. મેધાએ ગયા વર્ષે કોર્ટમાં અરજી કરી હતી કે સંજય રાઉતે તેમના અને તેમના પતિ પર પાયાવિહોણા અને અપમાનજનક આરોપો લગાવ્યા છે. જણાવી દઈએ કે, સંજય રાઉતે દાવો કર્યો હતો કે, કિરીટ સૌમ્યા અને તેમની પત્ની ડો. મેધા મીરા ભાયંદર ક્ષેત્રમાં જાહેર શૌચાલયોના નિર્માણ અને જાળવણી સાથે સંબંધિત લગભગ 100 કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ છે.






