મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આ નેતાએ બે વર્ષ પહેલા રડતાં-રડતાં લીધી હતી પ્રતિજ્ઞા, 2024માં મળ્યું પ્રચંડ બહુમત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીના પરિણામો ચોક્કસપણે ચોંકાવનારા રહ્યા છે. ત્યારે આંધ્રપ્રદેશ વિધા

આ નેતાએ બે વર્ષ પહેલા રડતાં-રડતાં લીધી હતી પ્રતિજ્ઞા, 2024માં મળ્યું પ્રચંડ બહુમત

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીના પરિણામો ચોક્કસપણે ચોંકાવનારા રહ્યા છે. ત્યારે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 175 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકો પર NDA ગઠબંધનની જીત થઈ છે. આ 144માંથી 135 બેઠકો પર માત્ર TDPનો કબ્જો છે, જ્યારે 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને 21 બેઠકો જનસેના પાર્ટીના ખાતામાં ગઈ છે. આ ત્રણેય પક્ષો NDAનો ભાગ છે. રાજ્યની સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટીના ખાતામાં માત્ર 11 બેઠકો જ આવી છે.

રડતાં-રડતાં લીધી હતી પ્રતિજ્ઞા

લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આંધ્ર પ્રદેશની 25માંથી 21 બેઠકો પર NDAએ જીત હાંસલ કરી છે. TDP 16 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે જનસેનાને બે, ભાજપને ત્રણ અને YSRCPને માત્ર 4 બેઠકો મળી છે. આ શાનદાર જીત સાથે TDP એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. 9 જૂનના રોજ ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી શકે છે. 19 નવેમ્બર 2021ના ​​રોજ તેમણે રડતાં-રડતાં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ ન કરી લઉં ત્યાં સુધી વિધાનસભામાં પગ નહીં મૂકીશ.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુ રડી પડ્યા હતા. તેઓ પોતાની પત્ની અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી દુ:ખી હતા. તેમણે કહ્યું કે, છેલ્લા અઢી વર્ષથી તમામ અપમાન સહન કર્યા પરંતુ સત્તાધારી તમામ હદ વટાવી દીધી. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, કોઈપણ મહિલા વિશે ખરાબ બોલવાથી તેના ચારિત્ર્ય પર જ અસર થાય છે. તેમણે એ સાથે જ એમ પણ કહ્યું કે મારી પત્નીએ ક્યારેય રાજનીતિમાં હસ્તક્ષેપ નથી કર્યો. 

2019માં YSRCPના હાથે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો

નાયડુએ કહ્યું હતું કે, આજે વિધાનસભામાં જે કંઈ થયું તે મહાભારતમાં પાંડવોની હાજરીમાં કૌરવો દ્વારા દ્રૌપદી સાથે છેડછાડ જેવું હતું. ચંદ્રબાબુ નાયડુ 1995થી 2004 સુધી સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા અને તેલંગાણાના અલગ થયા બાદ તેઓ બાકીના આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પણ બન્યા હતા પરંતુ 2019માં YSRCPના હાથે તેમણે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો