Video: પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ મનાલી અને આસપાસના ઊંચાઈ વાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતાં સમગ્ર ખીણ સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ છે. બરફબારીના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ મનોહર દ્રશ્યો જોવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ મનાલી તરફ ઉમટી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જમી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. પ્રશાસન દ્વારા બરફ હટાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે અને પ્રવાસીઓને સુરક્ષિત રહેવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જાહેરાત








