Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : There is a change in the atmosphere in Delhi

VIDEO: દિલ્હીમાં વાતાવરણમાં આવ્યો પલટો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજધાની દિલ્હીમાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. શહેરના વિવિધ ભાગોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ઠંડા પવનો ફૂંકાવવાનું શરૂ થયું હતું. લાંબા સમયથી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને આ બદલાયેલા હવામાનને કારણે મોટી રાહત મળી છે. અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા દિવસ દરમિયાન પણ સાંજ જેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

App Store