મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને RDXથી ઉડાવી દેવાની ધમકી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર RDX મળ્યું છે અને સ્ટે

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર RDX મળ્યું છે અને સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈના જીઆરપી કંટ્રોલ રૂમને ફોન કરીને ધમકી આપી હતી. જીઆરપી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સાંજે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીએસએમટીમાં આરડીએક્સનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
કોલ મળતા જ જીઆરપી પોલીસે સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડને જાણ કરી હતી. કોલ પછી, પોલીસ એક્શનમાં આવી અને CSMT સ્ટેશનો પર શોધખોળ શરૂ કરી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે કોલ કરનાર વ્યક્તિને ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે જ્યારે કોલ કરનારના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેનું લોકેશન CSMT સાથે હોવાનું જણાયું હતું. થોડા સમય પછી વ્યક્તિએ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો. જીઆરપી પોલીસે ફોન કરનારની શોધ શરૂ કરી છે.






