મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્વાતિ માલીવાલના આરોપોની સત્યતા સામે આવશે, CCTV ફૂટેજ અને ડીવીઆર જપ્ત

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને AAP સાંસદ સ્વાતિ માલીવાલની મારપીટની ફરિયાદ પર ગુરૂવારે મ

સ્વાતિ માલીવાલના આરોપોની સત્યતા સામે આવશે, CCTV ફૂટેજ અને ડીવીઆર જપ્ત

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને AAP સાંસદ સ્વાતિ માલીવાલની મારપીટની ફરિયાદ પર ગુરૂવારે મોડી રાત્રે પોલીસે કેસ નોંધ્યો હતો. એ પછી તપાસ તેજ કરી છે. શુક્રવારે સાંજે સ્વાતિ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચીને લગભગ 45 મિનિટ સુધી ક્રાઈમ સીન રીક્રિએટ કરીને હાજર કર્મચારીઓની પૂછપરછ કરી. ફોરેન્સિક ટીમે કેટલાક સેમ્પલ લીધા હતા.

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ આવાસ પર ગેરવર્તણૂકનો મામલો ભારે ગરમાયો છે અને આ મુદ્દે રાજકારણ પણ ચરમસીમા પર છે. ગુરુવારે સ્વાતિની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ એક્શન મોડમાં છે. જ્યાં ગુરુવારે મોડી રાત્રે સ્વાતિ માલિવાલની એફઆઈઆર નોંધીને અને મેડિકલ કરવામાં આવ્યું હતું. સવારે પોલીસ તેનું નિવેદન નોંધવા તીસ હજારી કોર્ટમાં લઈ ગઈ હતી. 

આ દરમિયાન પોલીસે સીએમ આવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ડીવીઆર કબજે કર્યા છે. પોલીસે આ કામ ફોરેન્સિક ટીમની સામે કર્યું. હવે પોલીસ તેને તપાસ માટે એફએસએલમાં મોકલશે. ઘટના બાદ ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે તપાસમાં બહાર આવશે. જો છેડછાડની વાત સામે આવશે તો પોલીસ આ કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમનો પણ ઉમેરો કરશે.
 
પોલીસ તપાસ કરી રહી છે કે જ્યારે તેમના અંગત સહાયક વિભવ કુમાર સ્વાતિ માલીવાલને મારી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ત્યાં હાજર હતા કે નહીં. જો તેમની હાજરીની જાણ થાય તો પોલીસ તેમને કેસમાં આરોપી પણ બનાવી શકે છે. બીજી તરફ દિલ્હી પોલીસની ઘણી ટીમો વિભવની શોધમાં દિલ્હી અને પંજાબમાં દરોડા પાડી રહી છે.

આ સમાચાર શેર કરો