ખારઘર ટોલ પાસે ટ્રક પલટતાં ટ્રાફિક ધીમો પડ્યો
મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સાયન-પનવેલ હાઈવે પર ખારઘર ટોલ પ્લાઝા નજીક એક ટ
મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સાયન-પનવેલ હાઈવે પર ખારઘર ટોલ પ્લાઝા નજીક એક ટ્રક પલટી ગયો. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી અને ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી માહોલને કારણે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.




