મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શુક્રવારની નમાજ માટે બે કલાકની રજા નહીં અપાય, આ રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ

આસામ સરકારે શુક્રવારે નમાઝ માટે આપવામાં આવતી બે કલાકની રજા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય

શુક્રવારની નમાજ માટે બે કલાકની રજા નહીં અપાય, આ રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ

આસામ સરકારે શુક્રવારે નમાઝ માટે આપવામાં આવતી બે કલાકની રજા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ એક્સ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

આસામ વિધાનસભાના કર્મચારીઓને શુક્રવારની નમાજ માટે 2 કલાકની રજા લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે વિધાનસભાના કર્મચારીઓને આ બ્રેક નહીં મળે. આ પ્રથા 1937માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ શરૂ કરી હતી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે. આ માટે તેમણે વિધાનસભા અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે આ નિર્ણય દ્વારા આસામ વિધાનસભાએ ઉત્પાદકતાને પ્રાથમિકતા આપી છે. 

આ સમાચાર શેર કરો