Video: કેરળમમાં ઇન્ડિયન નેવલ એકેડેમીના પાસિંગ આઉટ પરેડ 2026નું આયોજન કરવામાં આવ્યું

કેરળમમાં ઇન્ડિયન નેવલ એકેડેમીના પાસિંગ આઉટ પરેડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓટમ ટર્મની આ ભવ્ય પાસિંગ આઉટ પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યાં હતાં. રાષ્ટ્રપતિએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને તાલીમ પૂર્ણ કરનારા કેડેટ્સની શિસ્તબદ્ધ કૂચ નિહાળી હતી. આ પ્રસંગે નેવીના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પાસિંગ આઉટ પરેડ સાથે તાલીમ પૂર્ણ કરનારા કેડેટ્સની ભારતીય નૌકાદળમાં નવી સફરની શરૂઆત થઈ હતી.
જાહેરાત











