"સરકારનો નિર્ણય અયોગ્ય અને અન્યાયપૂર્ણ!" હાઈકોર્ટે JSSC-CGL રદ્દીકરણના આદેશના લીરેલીરા ઉડાડ્યા!

"સરકારનો નિર્ણય અયોગ્ય અને અન્યાયપૂર્ણ!" હાઈકોર્ટે JSSC-CGL રદ્દીકરણના આદેશના લીરેલીરા ઉડાડ્યા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઝારખંડમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપતાં ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (JSSC-CGL) પરીક્ષા રદ્દ કરવાના સરકારના નિર્ણયને ફગાવી દીધો છે.

હાઈકોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરતાં રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા પગલાને સંપૂર્ણપણે "અયોગ્ય અને અન્યાયપૂર્ણ" ગણાવ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે સરકારનો આ નિર્ણય નિયમોની વિરુદ્ધ અને ઉમેદવારોના હિતોને નુકસાન પહોંચાડનારો હતો, જેના કારણે તેને તાત્કાલિક અસરથી રદ્દ (quash) કરવામાં આવે છે.

જાહેરાત

આ ચુકાદો આવ્યા બાદ લાંબા સમયથી પરિણામ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઈ રહેલા હજારો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા અને આ મામલો હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો હતો. હવે હાઈકોર્ટના આ નિર્દેશ બાદ કમિશન દ્વારા આગામી પ્રક્રિયા કઈ રીતે આગળ ધપાવવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત