VIDEO: બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય: બંગાળ, ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના
દેશના અનેક ક્ષેત્રોમાં ચોમાસુ નબળું પડવાના સ

દેશના અનેક ક્ષેત્રોમાં ચોમાસુ નબળું પડવાના સંકેતો વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આગામી બે દિવસમાં મધ્ય અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ હવામાન પ્રણાલી ઝારખંડ અને બિહાર તરફ આગળ વધી રહી છે....હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ભારે વરસાદ પડશે, જ્યારે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશમાં દરમિયાન વરસાદ ચાલુ રહેશે....ઓડિશા અને છત્તીસગઢમાં તોફાની પવનો સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે...




