મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / અમેરિકામાં ભારતીય યુવકે માતા-ભાઈની હત્યા કરી, બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય, રાજકોટમાં અસામાજિક તત્વનો આતંક

ટેક્સાસમાં યુએસ આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્ર

ટેક્સાસમાં યુએસ આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ

અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ હૂડ નજીક ઓપરેશન દરમિયાન યુએસ આર્મીનું અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટર ખેતરમાં ક્રેશ થયું છે. આ ગોઝારા અકસ્માતમાં બંને પાયલટોના મોત નીપજ્યા છે. પટકાતાં જ ભીષણ આગ લાગતાં આસપાસના ઘરો ખાલી કરાવવા પડ્યા હતા.

અમેરિકામાં ભારતીય યુવકે માતા-ભાઈની હત્યા કરી

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૭ વર્ષીય ભારતીય મૂળના અર્જુન અરવિંદ પર પોતાની માતા અને ૧૪ વર્ષના ભાઈની હત્યાનો આરોપ લાગ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઈન્ટરનેટ અને AI પર હત્યાના રસ્તા શોધી રહ્યો હતો

લદ્દાખમાં ૫.૫ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

લદ્દાખના લેહ વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતા ધરાવતા આ આંચકાને કારણે, સવારના સમયે જ અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં સ્થાનિક લોકોમાં ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય

બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એકસાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમ નીચા દબાણમાં ફેરવાતાં આગામી દિવસોમાં દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સુરતમાં નશામાં ધૂત કારચાલકે મચાવ્યો હોબાળો

સુરતના મોટા વરાછા આઈ.ટી. પાર્ક પાસે દારૂના નશામાં કાર ચલાવતા એક શખ્સને રોષે ભરાયેલા લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. અકસ્માતનો ભય વ્યક્ત કરી સ્થાનિકોએ આક્રોશ જતાવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે.

રાજકોટમાં અસામાજિક તત્વનો આતંક

રાજકોટના SK ચોક વિસ્તારમાં કુખ્યાત જેનિસ મહાજને ફરી આતંક મચાવ્યો છે. મહિલાઓને છરી અને ધોકો બતાવી ધમકાવવા તથા વાહનોમાં તોડફોડ કરવાના આક્ષેપ થયા છે. ઘટનાના પગલે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ભેગા થયા હતા.

આ સમાચાર શેર કરો