મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વાગશે ચૂંટણીનું બ્યુગલ, ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે તારીખો જાહેર કરશે

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વાગશે ચૂંટણીનું બ્યુગલ, ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે તારીખો જાહેર કરશે

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સિવાય હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂરો કર્યો હતો. 

ત્રણથી ચાર તબક્કામાં મતદાન થાય તેવી શક્યતાઓ

ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો