UPમાં દિવાળીની રાતે ભાજપ ધારાસભ્યના ભાઈની ગોળી મારી હત્યા, કોંગ્રેસ નેતા પર આરોપ

UPમાં દિવાળીની રાતે ભાજપ ધારાસભ્યના ભાઈની ગોળી મારી હત્યા, કોંગ્રેસ નેતા પર આરોપ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશમાં દિવાળીની રાતે જ ભયાનક લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં ચૂંટણીની અદાવતમાં જ ભાજપના ધારાસભ્ય અર્ચના પાંડેના પારિવારિક ભાઈ અને એડવોકેટ અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારી હત્યા કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો.આ ઘટનાને કારણે રાજકારણ પણ ગરમાયુ અને દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. મુખ્ય આરોપી કોંગ્રેસ જિલ્લા મહાસિચવ અમૂલ દીક્ષિત હોવાનો દાવો કરાયો છે જે ઘટના બાદથી ફરાર છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે પાંચ ટીમને તહેનાત કરી હતી.

દિવાળીની રાતે જ ખૂની ખેલ

જાહેરાત

ઉલ્લખનીય છે કે દિવાળીની રાતે જ આ ખૂની ખેલ ખેલાયો હતો અને છિબરામઉ પોલીસ સ્ટેશનની હદમાં એડવોકેટ અનુજ કુમારને ગોળી મારી દેવામાં આવી હતી. આ સનસનાટી મચાવતી ઘટનાને અંજામ આપવાનો આરોપ અમૂલ દીક્ષિત પર લાગ્યો છે. તેણે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત