Video: 'ભારત સમિટ 2026'માં ભારત વિરોધી ટિપ્પણીનો વિવાદ વકર્યો! તેલંગાણા ભાજપે DGP અને FRROને કરી ફરિયાદ

સોર્સ: gstv

તેલંગાણામાં આયોજિત 'ભારત સમિટ 2026' (Bharat Summit 2026) દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી કથિત ભારત વિરોધી ટિપ્પણીઓને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવના નેતૃત્વમાં પક્ષના એક પ્રતિનિધિમંડળે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. ભાજપે આ સમિટમાં ભાગ લેનારા વિદેશી પ્રતિનિધિઓ અને કાર્યક્રમના આયોજકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનનો આરોપ

જાહેરાત

DGP સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેલંગાણા ભાજપ પ્રમુખ એન. રામચંદર રાવે જણાવ્યું હતું કે, "અમે DGP ને મળીને એક આવેદનપત્ર સુપરત કર્યું છે, જેમાં ઈટાલીના મિસ્ટર ફિલિપ (Mr Philippe) તેમજ કાર્યક્રમના આયોજકો 'સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન' અને 'પ્રોગ્રેસિવ ઈન્ટરનેશનલ' સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે."

ભાજપ નેતાના જણાવ્યા અનુસાર, વિદેશી પ્રતિનિધિઓને ભારત વિરુદ્ધ બોલવા માટે મંચ પૂરું પાડીને આયોજકોએ ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનમાં મદદગારી કરી છે.

રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને ગણાવ્યા જવાબદાર

તેલંગાણા ભાજપ પ્રમુખ એન. રામચંદર રાવે આ સમગ્ર ઘટના માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને સમિટના સહ-પ્રાયોજકોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, "જો DGP કાયદાકીય સલાહ લીધા બાદ આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે, તો અમે આ મુદ્દે કોર્ટના દ્વાર ખટખટાવીશું."

આ સમાચાર શેર કરો

જાહેરાત