મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'આભાર મોદીજી... મને મોકો આપ્યો', AAPના સાંસદ સંજયસિંહે આવું કેમ કહ્યું

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહનું કહેવું છે કે ભાજપ અને વડાપ્રધાન મોદીએ તેમનું મનોબળ

VIDEO: 'આભાર મોદીજી... મને મોકો આપ્યો', AAPના સાંસદ સંજયસિંહે આવું કેમ કહ્યું

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહનું કહેવું છે કે ભાજપ અને વડાપ્રધાન મોદીએ તેમનું મનોબળ તોડવા માટે પાર્ટીના ટોચના નેતાઓને ભલે ખોટા કેસ દાખલ કરીને જેલમાં મોકલ્યા હોય, પરંતુ તેનાથી તેમનું મનોબળ તૂટવાને બદલે મજબૂત થયું છે. સંજય સિંહે સોમવારે એક વીડિયોમાં આ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહ્યું કે તે છેલ્લા 10 દિવસથી જેલની બહાર છે અને તેમને ખૂબજ આરામદાયક ઊંઘ આવે છે. 

સંજયસિંહે કહ્યું કે, છ મહિના જેલમાં રહ્યો. આ દરમિયાન થોડા દિવસો માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. શ્રીમોદીએ મને આ તક ન આપી હોત તો હું મારી જાતની મુલાકાત ન કરી શક્યો હોત. હું એ બધા મહાપુરુષોની મુલાકાત ના કરી શકત, હું એવા બધા ક્રાંતિકારીઓને મળી ન શકત, જેમના વિશે મેં સાંભળતો હતો, તેમની વાર્તાઓ વાંચતો હતો. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એકાંતમાં હોય છે ત્યારે તેને ઘણું વિચારવાનો, સમજવાનો અને ચિંતન કરવાનો મોકો મળે છે. 

સંજય સિંહે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું કે તેમણે મને મારી જાત સાથે વાત કરવાનો અને મારા રસ્તાને વધુ મજબૂત બનાવવાનો મોકો આપ્યો. શક્ય છે કે આજે ઘણા માધ્યમો વેચાયા હશે, પરંતુ ઇતિહાસ ક્યારેય વેચાયો નથી.  ઈતિહાસમાં એ નોંધાય છે જે તમે કરો છો. શું સાચું છે, શું ખોટું છે? એ લોકો નક્કી કરશે. મેં જેલમાં જઈને 30 વર્ષના સંઘર્ષના જીવનને મજબૂત બનાવ્યું છે. મારી જાતને વિશ્વાસ અપાવ્યો કે તે જે કરી રહ્યો હતો તે બિલકુલ યોગ્ય  હતું. 

આ સમાચાર શેર કરો