કઠુઆ આતંકી હુમલો/ આતંકીઓએ ઘુસણખોરી માટે નવો રસ્તો શોધ્યો; કેન્દ્રીય એજન્સીઓને કરાઇ હતી એલર્ટ
કઠુઆમાં થયેલા આતંકી હુમલાના તાર પંજાબ સાથે જોડાતા જોવા મળી રહ્યાં છે.થોડા સમય પહેલા પઠાણકોટ, ગુરદાસપુર અને આસપાસના

કઠુઆમાં થયેલા આતંકી હુમલાના તાર પંજાબ સાથે જોડાતા જોવા મળી રહ્યાં છે.થોડા સમય પહેલા પઠાણકોટ, ગુરદાસપુર અને આસપાસના બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ જોવા મળ્યા હતા. શંકાસ્પદ ગતિવિધિને લઇને પંજાબ તરફથી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ પહેલા એજન્સીઓ કઇ કરી શકે આતંકીઓએ આઠ જુલાઇએ સેનાના પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા.
કઠુઆમાં જમ્મુ કાશ્મીર અને પંજાબના ડીજીપી સિવાય BSF અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ વચ્ચે થયેલી ઇન્ટરસ્ટેટ કો ઓર્ડિનેશન મીટિંગમાં આ વાતો પર એક બીજા સાથે ઇનપુટ શેર કરવામાં આવ્યા હતા. ડીજીપી ગૌરવ યાદવે કો-ઓર્ડિનેશન મીટિંગ વિશે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને પંજાબનું એક મોટુ ક્ષેત્રફળ પાકિસ્તાન સાથે જોડાયેલુ છે, એવામાં આ મીટિંગમાં જ્યા બન્ને પ્રાંતમાં આતંકી ગતિવિધિ અને તેમના મૉડ્યૂલ પર નકલ કસવા માટે ઇનપુટ શેર કર્યા હતા. બન્ને રાજ્યની પોલીસ ફોર્સ વચ્ચે તાલમેલ વધારવાને લઇને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મીટિંગમાં પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવ, જમ્મુ કાશ્મીરના ડીજીપી આરઆર સ્વેન અને બીએસએફના વિશેષ ડિરેક્ટર પશ્ચિમી કમાન વાઇવી ખુરાનિયા સહિત કેટલાક અધિકારી હાજર હતા.
અમરનાથ યાત્રાને લઇને પણ થઇ હતી ચર્ચા
બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ચર્ચા થઇ હતી. અમરનાથ યાત્રા પર દેશના દરેક ખુણેથી શ્રદ્ધાળુંઓ આવે છે એવામાં અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. મીટિંગમાં હાજર અધિકારીઓએ જણાવ્યું કે આતંકી હવે આધુનિક ટેકનિકોનો પ્રયોગ કરીને પોતાના ગ્રુપ અને હેન્ડલરો સાથે વાત કરે છે. એવામાં BSF,NIA અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પણ મદદ માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે.






