મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Terrorist Attack: કિશ્તવાડમાં આતંકવાદીઓએ બે VDG સભ્યોની કરી હત્યા, CMએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગાર્ડ(VDG)ના બે સભ્યોનું અપહરણ કર્યા બાદ ગોળી ધરબી દીધી છે.

Terrorist Attack: કિશ્તવાડમાં આતંકવાદીઓએ બે VDG સભ્યોની કરી હત્યા, CMએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગાર્ડ(VDG)ના બે સભ્યોનું અપહરણ કર્યા બાદ ગોળી ધરબી દીધી છે. બીજી તરફ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી 
 
માર્યા ગયેલા VDG સભ્યોની ઓળખ કુલદીપ કુમાર અને નઝીર અહેમદ તરીકે થઈ છે. બંને ઓહલી કોંટવારાના રહેવાસી છે. આ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. 

આ પણ વાંચો: VIDEO/ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી અને મારામારી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે આતંકવાદીઓ ગામમાં ઘૂસી ગયા હતા અને કુલદીપ અને નઝીરને પોતાની સાથે લઈ ગયા હતા. તેઓ બંનેને જંગલમાં લઈ ગયા અને ગોળી મારી દીધી. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. 

મુખ્યમંત્રીએ ઘટનાની કરી નિંદા

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો.ફારૂક અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને બર્બર ઘટના ગણાવી છે. તેમણે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો