ડોડામાં આતંકીઓનો આર્મી પોસ્ટ પર હુમલો, રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન અને એક એસપીઓ ઘાયલ
ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 48 કલાકમાં આતંકીઓએ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે. ડોડાના છત

ડોડામાં આતંકીઓએ આતંક ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 48 કલાકમાં આતંકીઓએ ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે. ડોડાના છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી ઠેકાણા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને ચોકીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.
આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો
ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને છુપાઈ ગયા છે. તેમની શોધખોળ પણ ચાલુ છે.
આતંકીઓના ગોળીબારમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ
આતંકીઓના ગોળીબારમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભદરવાહ સ્થિત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ સૈનિકો અને એક એસપીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે SDH ભદરવાહ લાવવામાં આવ્યા છે.






