VIDEO: 'લોકો મદદની બૂમો પાડતા રહ્યા...', દહેરાદૂનમાં વહેતી નદીમાં વહી ગયું ટ્રેક્ટર
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. સોમવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ તૂટી
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. સોમવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ તૂટીને પાણીમાં વહી ગયા છે. હોટલો અને દુકાનો ધોવાઈ ગઈ છે. ઘણા લોકો પાણીના પ્રવાહમાં તણાઈને કાટમાળમાં ગુમ થયાના અહેવાલ છે. આ પૂરના ભયાનક વીડિયો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નદીની વચ્ચે ટ્રેક્ટર પર ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ લોકોની નજર સામે જ નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. કિનારે ઉભેલા લોકો ચીસો પાડતા રહ્યા પરંતુ વિકાસ નગરમાં ટોન્સ નદીના પ્રવાહમાં તણાઈ જતાં 6 લોકોના મોત થયા છે.
માહિતી અનુસાર ટ્રેક્ટર પરથી મદદ માટે બૂમો પાડતા લોકો મજૂર હોવાનું કહેવાય છે. લગભગ 10 મજૂરો નદીની વચ્ચે ફસાયેલા ટ્રેક્ટર પર બેઠેલા જોવા મળે છે. તેઓ બચાવ માટે વિનંતી કરતા અને હાથ હલાવતા પણ જોવા મળે છે. કાંઠે રહેલા લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કંઈ કરી શકે તે પહેલાં જ ટ્રેક્ટર નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું અને આખું ટ્રેક્ટર જ પલટી ગયું. કાંઠે રહેલા લોકોએ ચીસો પાડી પરંતુ તેમને બચાવી ન શક્યા. આ શ્રમિકો નદીની વચ્ચે કેવી રીતે ફસાયા તે હજુ સુધી જાણી શકાયું નથી.




