બુંદીમાં ભીષણ અકસ્માત, છ લોકોના મૃત્યુ, અનેક ઘાયલ…પોલીસ ઘટના સ્થળે પહોંચી
રાજસ્થાનના બુંદીમાં આજે રવિવારે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની

રાજસ્થાનના બુંદીમાં આજે રવિવારે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં 6 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જ્યારે ઘાયલ થયેલા ત્રણ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. હાલ પોલીસ ઇકો વાહનને ટક્કર મારનાર અજાણ્યા વાહનની શોધખોળ કરી રહી છે. હાઈવે પર લગાવવામાં આવેલા કેમેરા અને ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
ઘટના અંગે બુંદીના એએસપી ઉમા શર્માએ જણાવ્યું હતું કે પોલીસને આ ઘટનાની માહિતી લગભગ 4.30 વાગ્યે મળી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અમે આ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.




