Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tension situation during Kempegowda Jayanti program in Chikkaballapur

VIDEO : ચિક્કાબલ્લાપુરમાં કેમ્પેગૌડા જયંતી કાર્યક્રમ દરમિયાન તણાવની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં કન્નડ ભવન ખાતે આયોજિત નાદપ્રભુ કેમ્પેગૌડા જયંતીની ઉજવણી દરમિયાન તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થતા સ્થિતિ ગંભીર બની હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.ઉજવણીમાં ખલેલ પડતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. પોલીસે કન્નડ ભવનની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો . અધિકારીઓએ શાંતિ જાળવવા માટે તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરી હતી . આ ઘટનાને પગલે કાર્યક્રમ અધવચ્ચે અટકાવવો પડ્યો હતો. 

App Store
ટોપિક્સ:karnatakafight dirtypublicpeople