2 દિવસથી ગુમ થયેલા કોંગ્રેસી નેતાનો મળ્યો મૃતદેહ, તપાસ માટે ત્રણ વિશેષ ટીમોનું ગઠન
બે દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના ખેતરમાંથી મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આ મોતની

બે દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના ખેતરમાંથી મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આ મોતની તપાસ માટે ત્રણ વિશેષ ટીમો બનાવી છે.
શનિવારે તિરુનેલવેલીમાં જે નેતાનો મૃતદેહ મળ્યો તેમનું નામ કેપીકે જયકુમાર છે. તેઓ કોંગ્રેસના તિરુનેલવેલી પૂર્વ જિલ્લાના પ્રમુખ હતા.
પોલીસે જણાવ્યું હતું કે જયકુમાર ગુરુવારે ગુમ થયા હતા અને તેમના પુત્રએ બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. એક ડાઈંગ ડેક્લેરેશન પણ મળી આવ્યું છે અને તે તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જયકુમારની હત્યા કરાઈ છે કે આત્મહત્યાથી મૃત્યુ થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કેસની તપાસ કરવા માટે ત્રણ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.






