VIDEO:ઉધમપુરમાં જંગલની આગને લઈને તંત્ર એલર્ટ
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં હીટવેવની ગંભીર ચેતવણી વચ્ચે જંગલની આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને જોતા કંટ્રોલ રૂમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર કંટ્રોલ રૂમ ટીમ દ્વારા ૩-૪ કિમી ચાલીને દુર્ગમ સ્થળે પહોંચીને કરાયેલી આ કામગીરી પ્રશંસનીય છે. હવામાન વિભાગે આગામી ૪-૫ દિવસ માટે હીટવેવની ચેતવણી આપી હોય, વહીવટી તંત્રે લોકોને જંગલમાં આગ ન લગાવવા અને પર્યાવરણની રક્ષા કરવા ખાસ અપીલ કરી છે. હાલમાં પવનની ગતિ પર આધારિત સંપૂર્ણ કંટ્રોલની પ્રક્રિયા ચાલુ છે.

