સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત જોવા મળી
ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ આજે હેક થઈ ગઈ છે. અમેરિકન ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાતનો વીડિયો દેખાઈ ર

ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ આજે હેક થઈ ગઈ છે. અમેરિકન ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાતનો વીડિયો દેખાઈ રહ્યો છે. XRP ક્રિપ્ટોકરન્સી યુએસ સ્થિત કંપની રિપલ લેબ્સે ડેવલપ કરી છે. સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે સબંધિત કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે. તાજેતરમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસની સુનાવણીનું સુપ્રીમ કોર્ટના યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો છેલ્લી સુનાવણીનો વીડિયો હેકર્સે પ્રાઈવેટ કરી દીધો અને 'બ્રેન્ડ ગારલિંગહાઉસ: રિપલ રિસ્પોન્ડ્સ ટૂ ધ એસઈસી 2 બિલિયન ડોલર ફાઈન! એક્સઆરપી પ્રાઈસ પ્રીડિક્શન હેડિંગ વાળો એક બ્લેક વીડિયો વર્તમાનમાં હેક કરવામાં આવેલી ચેનલ પર લાઈવ કરી દેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે કહ્યું કે, ખરેખર શું થયું એ અમને ખબર નથી. પરંતુ એવું લાગે છે કે વેબસાઈટ સાથે છેડછાડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સમસ્યાની જાણ શુક્રવારે સવારે થઈ. સુપ્રીમ કોર્ટની IT ટીમે તેને ઠીક કરવા માટે NIC (National Informatics Centre) પાસે મદદ માગી છે.
હેકર્સ યુટ્યુબ ચેનલોને મોટા પાયે નિશાન બનાવી રહ્યા
હેકર્સ હાલમાં લોકપ્રિય યુટ્યુબ ચેનલોને મોટા પાયે નિશાન બનાવી રહ્યા છે. રિપલે ખુદ પોતાના સીઈઓ બ્રેન્ડ ગારલિંગહાઉસનું નકલી એકાઉન્ટ બનાવવાથી હેકર્સને રોકવામાં નિષ્ફળ રહેવા માટે યુટ્યુબ પર કેસ દાખલ કર્યો છે. તત્કાલિન CJI યુયુ લલિતની અધ્યક્ષતામાં ફુલ કોર્ટની બેઠકમાં પ્રમુખ સુનાવણીઓનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે 2018માં નિર્ણય લીધો હતો કે તમામ બંધારણીય બેંચની સુનાવણી યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ પ્રથમ વખત 27 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું જ્યારે તત્કાલીન CJI એનવી રમણાએ પોતાની નિવૃત્તિના દિવસે 5 કેસમાં ચુકાદો આપ્યો હતો.








