શરદ પવારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો ઇનકાર કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાથી રોકવાની માંગને ફગાવી દીધી છે. NCP (શરદ પવાર) એ 2 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિન્હ ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે અજિત પવાર પાસેથી શપથ લેવા કહ્યું અને તેમને તેમાં લખવા કહ્યું કે તેઓ ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરશે.
ચૂંટણી પંચે અજિત પવારની એનસીપીને અસલી જાહેર કરી હતી અને તેને પક્ષના ચિન્હ (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટમાં દલીલો દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "માર્ચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે અમને પણ ટ્રમ્પેટનું ચિહ્ન ફાળવવામાં આવે. અજિત પવારને કહેવામાં આવ્યું હતું કે ઘડિયાળના પ્રતીકની સાથે આ લખો કે મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓએ શરદ પવારના ઘડિયાળના પ્રતીકને યોગ્ય રીતે અનુસર્યું નથી.”
આના પર અજિત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું, "તેઓએ (શરદ પવાર જૂથ)એ લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાત કહી હતી. કોર્ટે ઘડિયાળનું પ્રતીક અમારી પાસે રહેવા દીધું છે. હવે અમારે આ સાંભળવું જોઈએ નહીં."






