Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court orders CBI to investigate companies of Chief Minister's family

'મુખ્યમંત્રીના પરિવારની કંપનીઓની કરો તપાસ', સુપ્રીમ કોર્ટે CBIને આપ્યો આદેશ 

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
'મુખ્યમંત્રીના પરિવારની કંપનીઓની કરો તપાસ', સુપ્રીમ કોર્ટે CBIને આપ્યો આદેશ 
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે સોમવારે CBIને આદેશ આપ્યો છે કે, અરુણાચલ પ્રદેશમાં જાહેર કાર્યોના કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રી પેમા ખાંડુના સંબંધીઓ સાથે કથિત રીતે જોડાયેલી કંપનીઓને આપવામાં આવ્યા હોવાના આરોપો મામલે તપાસ કરે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય એજન્સીને બે અઠવાડિયામાં તેની તપાસ શરૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમને બેન્ચે CBIને 16 અઠવાડિયામાં આ બાબત અંગે સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

App Store

સીબીઆઈને કડક નિર્દેશો

જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે , આદેશ અનુસાર 1 જાન્યુઆરી, 2015થી 31 ડિસેમ્બર, 2025 વચ્ચે અરુણાચલ રાજ્યમાં જાહેર કાર્યો, કરારો અને કાર્ય ઓર્ડરની ફાળવણી - તેમજ આ કાર્યોના અમલીકરણની તપાસ કરવામાં આવ. આદેશ જાહેર કરતી વખતે જસ્ટિસ નાથે અવલોકન કર્યું કે, CBI આ ચુકાદાની તારીખથી બે અઠવાડિયાની અંદર પ્રારંભિક તપાસ નોંધશે અને કાયદા અનુસાર આગળ વધશે.

1,200 કરોડથી વધુના કામોની થશે તપાસ

સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરવામાં આવી હતી કે છેલ્લા 10 વર્ષોમાં, અરુણાચલ પ્રદેશમાં આશરે ₹1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ અને વર્ક ઓર્ડર મુખ્યમંત્રી ખાંડુના સંબંધીઓ સાથે જોડાયેલી ચાર કંપનીઓને આપવામાં આવ્યા છે.

અરજદાર NGO - 'સેવ મોન રિજન ફેડરેશન' અને 'વોલન્ટરી અરુણાચલ સેના' વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે, અસંખ્ય કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રીના પરિવારના સભ્યોની માલિકીની કંપનીઓને આપવામાં આવ્યા છે. રાજ્ય વતી હાજર રહેલા વકીલે અગાઉ દલીલ કરી હતી કે આ અરજી "પ્રાયોજિત મુકદ્દમા" છે.

સરકાર પાસે માગ્યું હતું સોગંદનામું

સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બરે 2025માં અરુણાચલ પ્રદેશ સરકારને વર્ષ 2015થી 2025 વચ્ચે આપવામાં આવેલા તમામ કોન્ટ્રાક્ટ્સ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં મુખ્યમંત્રીના સંબંધીઓ સાથે જોડાયેલી કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ જાહેર હિતની અરજીમાં મુખ્યમંત્રી પેમા ખાંડુને પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પેમા ખાંડુના પિતા દોરજી ખાંડુની બીજી પત્ની રિંચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશીને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

દોરજી ખાંડુએ 2007થી એપ્રિલ 2011માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમના મૃત્યુ સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ડ્રેમાની કંપની, 'બ્રાન્ડ ઇગલ્સ' ને હિતોના સ્પષ્ટ સંઘર્ષ છતાં મોટી સંખ્યામાં સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.