Video: કથળતી હવાની ગુણવત્તા વચ્ચે પ્રદૂષણ વધ્યું

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળતાં પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. બાંદ્રા રેકલેમેશન સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ વિઝિબિલિટી ઘટી જતાં ઘાટા ધુમ્મસની ઝાકળ છવાયેલી જોવા મળી રહી છે. હવાની ગુણવત્તાનો આંકડો ખરાબ શ્રેણીમાં પહોંચવાને કારણે સ્થાનિક રહીશોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારના સમયે વાહનચાલકોને પણ વિઝિબિલિટી ઓછી હોવાને લીધે વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ચલાવવાની ફરજ પડી હતી. વાયુ પ્રદૂષણ વકરતા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
જાહેરાત







