તમિલનાડુના પૂર્વ મંત્રી સેન્થિલ બાલાજીને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે તમિલનાડુ સરકારમાં પૂર્વ મંત્રી વી.સેન્થિલ બાલાજીને શરતોન આધિ

સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે તમિલનાડુ સરકારમાં પૂર્વ મંત્રી વી.સેન્થિલ બાલાજીને શરતોન આધિન જામીન આપ્યા છે. પૈસા લઇને નોકરી આપવાના કેસમાં ED તરફથી ધરપકડ કરાયેલા સેન્થિલ બાલાજીને જામીન આપતા જસ્ટિસ અભય ઓકાએ કહ્યું, "જામીન માટેના કડક ધોરણો અને ટ્રાયલમાં વિલંબ એકસાથે ના ચાલી શકે. અમે જામીન મંજૂર કર્યા છે પરંતુ અમે તેના માટે કડક શરતો રાખી છે."
બાલાજીની 14 જૂન 2023માં EDએ પૈસા આપીને નોકરી આપવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના 2011થી 2015 વચ્ચેની છે જ્યારે તે અન્નાદ્રમુક સરકારમાં પરિવહન મંત્રી હતા.
બાલાજી વિરૂદ્ધ 3 હજાર પાનાની ચાર્જશીટ
બાલાજીની જૂન 2023માં EDએ પૈસાના બદલે નોકરી મામલે મની લૉન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે પરિવહન મંત્રી હતા. ધરપકડ બાદ એક હોસ્પિટલમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. બાદમાં ED પૂછપરછ માટે અટકાયત કરી હતી તે બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સમયસર તેમના રિમાન્ડ વધારવામાં આવ્યા હતા. EDએ 12 ઓગસ્ટે બાલાજી વિરૂદ્ધ 3 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.






